ગુજરાતી

ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી જાહેર, ઐતિહાસિક મહેલો, કિલ્લા, ઈમારતોને લઈ મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી જાહેર કરવામાં આવી છે. ઐતિહાસિક મહેલો, કિલ્લા, ઈમારતોને લઈને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. હેરિટેજ હોટલ, મ્યુઝિયમ, બેન્કવેટ હોલ ખોલી શકાશે. ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસીમાં 1 જાન્યુ. 1950 પહેલાના હેરિટેજ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પોષાય તેવા દરે સુવિધાયુક્ત આવાસ મળવાની જાહેરાત કરાઈ છે. 1થી 6 રૂમના આવાસનો હોમ સ્ટે તરીકે આપી શકાશે. હોમ સ્ટેને ઘરેલુ પ્રોપર્ટી ટેક્સ અને વીજદરમાં લાભ મળશે. રજિસ્ટર્ડ હોમ સ્ટેને સોલાર રૂફ ટોપનો લાભ મળશે. ગુજરાતમાં હાલ 100 જેટલા હોમ સ્ટે કાર્યરત હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી જાહેર કરી છે. જેના લીધે ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે. આ જાહેરાતથી દેશ-વિદેશના પ્રવાસીઓને રાજ્યના ઐતિહાસિક વિરાસતના સ્થાનો, હેરિટેજ પ્લેસીસ નજીકથી જોવા-માણવાનો લ્હાવો મળશે. મુખ્યમંત્રીએ નવી હેરિટેજ ટુરીઝમ પોલીસીને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો.

ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી જાહેર થતાં ગુજરાતમાં રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઈમારતો, ઝરૂખાઓ, મિનારાઓમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ શરૂ કરી શકાશે. 1 જાન્યુઆરી 195 પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બની શકશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષોથી વણ વપરાયેલી રહેલી ઐતિહાસિક વિરાસત, ઈમારતોના પ્રવાસન આકર્ષણ માટે ઉપયોગની નવી દિશા ખોલી નાંખી છે. સ્થાનિક સ્તરે રોજગારની તકોની સાથે વિદેશી પ્રવાસીઓને ગુજરાતનો ઈતિહાસ, સંસ્કૃતિ પ્રવાસન વૈવિધ્યથી પરિચિત કરાવવાનો ટુરીઝમ ફ્રેન્ડલી હોલિસ્ટિક એપ્રોચ કરવામાં આવ્યો છે. હેરિટેજ ટુરિઝમ પોલિસી અન્વયે નવી શરૂ કરાનાર કે હયાત હેરિટેજ હોટલમાં રિનોવેશન એકસપાંશન માટે રૂપિયા 5થી 10 કરોડ સુધીની સહાય મળશે.

ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસીમાં હેરિટેજ હોટલ માટે રૂ.5થી 10 કરોડ સુધીની સહાય આપવાનો નિર્ણય કરાયો છે. હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખામાં કોઈ છેડછાડ નહીં કરાય. હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખા કે સ્ટ્રકચરને કોઈ છેડછાડ કર્યા સિવાય આ કામગીરી કરી શકાશે.

હેરિટેજ મ્યુઝીયમ હેરિટેજ બેંકવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ નવા શરૂ કરવા કે રીનોવેશન રિસ્ટરેશન માટે 45 લાખથી 1 કરોડ સુધીની સહાય અપાશે. પાંચ વર્ષ માટે 7 ટકા વ્યાજ સબસિડી મહત્તમ પ્રતિવર્ષ ૩૦ લાખની મર્યાદામાં અપાશે. રાણી કી વાવ, ચાપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ હવે રાજા રજવાડાના મહેલો, કિલ્લાઓ, ઐતિહાસિક વિરાસત મહત્વ ધરાવતી ઇમારતોમાં પણ પ્રવાસન વૈવિધ્યનો ભરપુર લાભ લઈ શકશે.

રાજ્યના પ્રવાસન- ટુરીઝમ સેકટરને નવી પોલિસીમાં બુસ્ટઅપ મળશે. મુખ્યમંત્રીને વિદેશી હૂંડિયામણથી આવકના વધુ સ્ત્રોત ઊભા કરવાનો વિકાસલક્ષી પ્રેરણાદાયી વિચાર બિરદાવવામાં આવ્યો છે.

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us